સરકારની રચનાને લઇને મુંબઇના નહેરુ સેન્ટરમાં શિવસેના, NCP અને કોંગ્રેસની બેઠક પૂર્ણ થઇ, ત્યારબાદ NCP ના પીઢ નેતા શરદ પવારે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું. તેમણે મુખ્યમંત્રી પદને લઇને નિવેદન આપતા કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ બનશે.
જણાવી દઈએ કે આ બેઠકમાં NCPના પ્રમુખ શરદ પવાર, શિવસેનાના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર, જયંત પાટિલ, એકનાથ શિંદે અને સંજય રાઉત હાજર રહ્યા હતા. કોંગ્રેસ વતી, અહેમદ પટેલ, કેસી વેણુગોપાલ અને મલ્લિકાર્જુન ખડગે બેઠકમાં સામેલ થયાં હતા. સમગ્ર બેઠકના અંતે ત્રણેય પક્ષના વડાઓએ ઉદ્ધવ ઠાકરેના નામ પર મુખ્યમંત્રી તરીકેની મહોર લગાવી.