મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે કાલે એટલે કે 30 જૂને વિશ્વાસમત સાબિત કરવો પડશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. તેમાં એકમાત્ર એજન્ડા ફ્લોર ટેસ્ટ છે. કોશ્યારીએ મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવને ગુરુવારે સવારે 11 કલાકે ઉદ્ધવ ઠાકરે સરકારને ફ્લોર ટેસ્ટ કરવા માટે કહ્યું છે. ગુવાહાટીમાં રહેલા એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો ગોવા શિફ્ટ થઇ શકે છે.