સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. બહુમત સાબિત કરતાં પહેલાં જ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું આપી દીધું છે. આ સાથે 3.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં CM દેવેન્દ્ર ફડણવીસ પણ રાજીનામું આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 23 નવેમ્બર શનિવારના રોજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજિત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી બહુમતી પરીક્ષણનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે પહેલા પ્રોટેમ સ્પીકરની પસંદગી કરવામાં આવશે જે ધારાસભ્યોને પદ અને ગુપ્તતાના શપથ અપાવશે. આ પછી ગૃહમાં શક્તિ પરીક્ષણ કરવામાં આવશે. પ્રશ્ન ઊભો થાય છે કે પ્રોટેમ સ્પીકર કોણ બનશે? ગવર્નર ભગતસિંહ કોશ્યારી દ્વારા પ્રોટેમ સ્પીકરને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે. નિયમ મુજબ, સૌથી સિનિયર સભ્યને પ્રોટેમ સ્પીકરની જવાબદારી સોંપવામાં આવે છે.
મહારાષ્ટ્રના સૌથી વરિષ્ઠ ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બાલાસાહેબ થોરાત આઠમી વખતના ધારાસભ્ય છે. તેઓ અહમદનગર જિલ્લાના સંગમનેરથી આઠમી વખત વિધાનસભા પહોંચ્યા છે. તેમના પ્રોટેમ સ્પીકર હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તેમની પછી સાત વખતના ધારાસભ્યો છે - અજિત પવાર, જયંત પાટિલ અને દિલીપ વાલ્સે-પાટીલ.
અજિત પવાર હાલમાં ભાજપ સાથે છે, NCP સામે બળવો કરે છે અને રાજ્યના ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેથી, તે પ્રોટેમ સ્પીકર નહીં બની શકે. જયંત પાટિલ NCP વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે ચૂંટાયા છે. તેમને આની જવાબદારી આપી શકાય છે. આ પછી ભાજપના બબનરાવ પચપુતે અને કાલિદાસ કોલમ્બકર છે. બંને સાતમી વખતના ધારાસભ્ય છે. આ ઉપરાંત કોંગ્રેસના કેસી પડવી પણ સાતમી વખતના ધારાસભ્ય છે.