મહારાષ્ટ્રમાં એન્ટિલિયાની બહાર જિલેટિનની સ્ટિક મળી આવ્યાનો કેસ અને મનસુખ હિરેનના મોત મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. શનિવારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો, જેમાં કહેવામાં આવ્યું કે અનિલ દેશમુખ દર મહિને 100 કરોડ રૂપિયા માંગતા હતા. પત્રમાં તેમણે બીજા પણ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં એક આરોપ દાદરા અને નગર હવેલી ના સાંસદ મોહન ડેલકર ના મોત અંગે છે.
મહિને 100 કરોડ રૂપિયા વસૂલીનો ટાર્ગેટ- પરમબીર સિંહ
પરમબીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે 'સચિવ વઝેને અનિલ દેશમુખે વસૂલી કરવાનું કહ્યું હતું. સચિન વઝેએ પોતે મને આ અંગે જણાવ્યું હતું. પરમબીર સિંહે આરોપ લગાવ્યો કે અનિલ દેશમુખે સચિન વઝેને અનેકવાર તેમના સરકારી નિવાસે બોલાવ્યો હતો અને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો.' આરોપ મુજબ દેશમુખે વઝેને કહ્યું હતું કે 'મુંબઈમાં 1750 બાર અને રેસ્ટોરન્ટ છે. દરેક પાસેથી 2-3 લાખ રૂપિયા મહિને વસૂલવામાં આવે તો 50 કરોડ જેટલા થાય છે. બાકી રકમ અન્ય જગ્યાએથી કે સોર્સથી વસૂલી શકાય છે.'