ભારતના ચૂંટણી પંચે શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે ઉપરાંત ૧૭ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૬૪ બેઠકો માટે પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠક માટે ૨૧મી ઓક્ટોબરે એક જ ચરણમાં મતદાન યોજાશે. આ સાથે ૧૭ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૬૪ બેઠકો માટે પણ મતદાન યોજાશે. મતગણતરી મતદાનના ૩ દિવસ બાદ ૨૪મી ઓક્ટોબરે હાથ ધરાશે.