મહારાષ્ટ્ર સરકારે એક આદેશ દ્વારા સીબીઆઈને રાજ્યમાં તપાસ કરવા માટે બુધવારે આપેલી અનુમતિને તરત પાછી ખેંચી લીધી છે. જો કે અનુમતિ પાછી ખેંચવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી હાલમાં જે કેસમાં તપાસ ચાલી રહી છે તેના પર કોઈ અસર નહીં થાય. પરંતુ ભવિષ્યમાં સીબીઆઈ મહારાષ્ટ્રમાં કોઈપણ નવા કેસમાં તપાસ કરવા માગતી હશે અને કોર્ટ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો નહીં હોય તો તેણે પહેલાં રાજ્ય સરકારની મંજૂરી મેળવવી પડશે. તેણે દરેકે દરેક કેસમાં નવેસરથી રાજ્ય સરકારની મંજૂરી મેળવવી પડશે. જાણકારો આ નિર્ણયને ટીઆરપી કૌભાંડ સાથે જોડી રહ્યા છે.