મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર 4 દિવસમાં જ તુટી પડી. મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે CM પદથી રાજીનામુ આપ્યું. ત્યારે ત્રણેય પાર્ટીઓ ( શિવસેના, NCP, કોંગ્રેસ ) ના ધારાસભ્યો, NCP ચીફ શરદ પવાર, કોંગ્રેસના નેતા અશોક ચૌહાણ અને ઉદ્ધવ ઠાકરે સહિત અનેક નેતાઓએ મુંબઇની ટ્રાઇડેન્ટ હોટલમાં બેઠક યોજી હતી. જણાવી દઈએ કે ત્રણેય પાર્ટીઓની સંયુક્ત બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને ગઠબંધનના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા.
સૂત્રોની જાણકારી મુજબ, શિવસેના ઇચ્છે છે કે, ઉદ્ધવ ઠાકરેનો શપથ ગ્રહણ સમારોહ મુંબઇના શિવાજી પાર્કમાં યોજવામાં આવશે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે શિવસેના આ શપથ ગ્રહણમાં વિપક્ષના ઘણા નેતાઓને બોલાવી શકે છે. મીડિયા સુત્રો મુજબ, મહારાષ્ટ્રના હવે પછીના CM ઉદ્ધવ ઠાકરેનો શપથ ગ્રહણ સમારોહ 1 ડિસેમ્બરે યોજાશે.