મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે એક્સપર્ટ્સનું કહેવું છે કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને તમામ સમીકરણો પર વિચાર કરવા અને સરકાર ગઠનના દાવા માટે તમામ પાર્ટીઓને એક-એક કરી બોલાવવા જેવા વિશેષાધિકાર પ્રાપ્ત છે. તેમની સામે તમામ વિકલ્પ છે.
- રાજ્યપાલને સરકાર ગઠન માટે તમામ પાર્ટીઓને એક-એક કરી બોલાવવા જેવા વિશેષાધિકાર
- કોઇપણ સક્ષમ અને સ્થાયી સરકાર બનાવવામાં સમર્થ નથી તો રાષ્ટ્રપતિ શાસન અંતિમ વિકલ્પ
તેમનું કહેવું છે કે, પાર્ટીઓને યોગ્ય સમય આપ્યા બાદ રાજ્યપાલ જો એ નિષ્કર્ષ પર પહોંચે છે કે તેમનામાંથી કોઇપણ સક્ષમ અને સ્થાયી સરકાર બનાવવામાં સમર્થ નથી તો રાષ્ટ્રપતિ શાસન અંતિમ વિકલ્પ છે.
કોઇ વિશિષ્ટ કાનૂની પ્રક્રિયા નથી
અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ રહી ચૂકેલા કોંગ્રેસ નેતા અભય થિપ્સે કહ્યું કે રાજ્યપાલનો ઉદ્દેશ્ય એ જોવાનો છે કે સરકાર સક્ષમ અને સ્થાયિ હોય. તેમણે કહ્યું કે, એવી સ્થિતિમાં રાજ્યપાલે શુ પ્રક્રિયા અપનાવવી જોઇએ, તેના વિશે બંધારણમાં કોઇ વિશિષ્ટ કાનૂન નથી. તેમણે કહ્યું કે, સામાન્યપણે રાજ્યપાલ સૌથી મોટી પાર્ટીના નેતાને સરકાર ગઠન કરવા માટે બોલાવે છે. જો તે પાર્ટી સરકાર બનાવવામાં અસમર્થતા બતાવે છે તો રાજ્યપાલ બીજી સૌથી મોટી પાર્ટીને બોલાવી શકે છે.
શિવસેના ફેલ થઇ તો આ વિકલ્પ
થિપ્સે કહ્યું કે, રાજ્યપાલ સરકાર ગઠન માટે 'એક પાર્ટી'ના રૂપે એ પાર્ટીઓના નેતાઓને બોલાવવા માટે સ્વતંત્ર છે જેમણે ચૂંટણી પૂર્વ ગઠબંધન કર્યું હોય. એમણે કહ્યું, જો શિવસેના પણ બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહે છે તો રાજ્યપાલ ત્યારબાદની પાર્ટી (NCP-Congress)ને સરકાર ગઠન કરવાનો દાવો કરવા બોલાવી શકે છે. ઉપરાંત શિવસેના અને ભાજપને ગઠબંધન રૂપે સરકાર ગઠન માટે ફરી બોલાવી શકે છે.
મરાઠા અનામત મુદ્દા સહિત મહારાષ્ટ્ર સરકારના ઘણા મહત્વપૂર્ણ મામલાઓમાં પેરવી કરી ચૂકેલા સીનિયર એડવોકેટ વીએ થોરાટે કહ્યું, રાજ્યપાલ દ્વારા સરકાર ગઠન કરવા માટે પાર્ટીઓને આમંત્રણ કરવાનું કામ થોડા સમય ચાલુ રહેશે. હવે જ્યારે ભાજપે સરકાર ગઠનના દાવાથી ઇનકાર કરી દીધો છે ત્યારે રાજ્યપાલે શિવસેનાને સરકાર ગઠનનો દાવો કરવા માટે કહ્યું છે. જો શિવસેના પણ નિષ્ફળ નીવડે છે તો, અન્ય પાર્ટીઓને રાજ્યપાલ આમંત્રણ આપી શકે છે.