આખરે મહારાષ્ટ્રમાં આજે સરકાર બનાવવાની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક મુખ્યપ્રધાન અને બે નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યુલા પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે એટલે કે પૂરાં પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્યપ્રધાન શિવસેનાના જ રહેશે, તેમાં કોઈ રોટેશન નહીં હોય. આ સિવાય NCP અને કોંગ્રેસના બે ડેપ્યુટી CM હશે. જાણકારી મુજબ આ ગઠબંધન આજે સાંજે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે.