મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા 51 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં મુંબઈના તમામ ઉમેદવારનો સમાવેશ થાય છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ સહિત અનેક મોટા માથાને ટિકિટો આપી છે. પ્રથમ યાદીમાં વિજય વેદેટ્ટીવાર, બાલા સાહેબ થોરાટ, નસીમ ખાન, વિશ્વીજીત કદમ, અમિત દેશમુખ, પ્રણિતિ શિંદે, નીતિન રાઉતને સ્થાન મળ્યું છે.