મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે મંગળવારે ૧૨૫ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જ્યારે શિવસેનાએ ૧૨૪ સીટો માટે દાવો કરીને ૭૦ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. ભાજપે ૯૧ સીટિંગ ધારાસભ્યોને ફરી ટિકિટ આપી હતી જ્યારે ૧૨નાં પત્તા કપાયા હતા. ભાજપનાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાગપુર સાઉથ વેસ્ટ પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. નાગપુર એ સંઘનો ગઢ માનવામાં આવે છે.