દેવેન્દ્ર ફડણીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના આજે શપથ લેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2014 થી વર્ષ 2019 સુધી દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રહ્યા હતા. પરંતુ, વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ સીટો મેળવ્યા છતાં સત્તાથી દૂર રહેવું પડ્યું હતું. ભાજપનું શિવસેના સાથેનું ગઠબંધન ભાંગી પડ્યું હતું. વર્ષ 2019માં ફડણવીસ માત્ર 80 કલાક માટે જ CM બન્યા. જેના પર વિપક્ષે તેમને ખૂબ મેણા માર્યા હતા. વિપક્ષના આ કટાક્ષનો જવાબ દેવેન્દ્ર ફડણવીસે એક શાયરીથી આપ્યો હતો. જે આજે હકીકત બનીને સામે છે.