મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે બપોરે 3.30 કલાકે પત્રકાર પરિષદને સંબોધન કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પહેલી વાર મીડિયા સમક્ષ દેવેન્દ્ર ફડણવીસ હાજર થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફડણવીસ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે. સાથે જ સૂત્રોને મળતી જાણકારી મુજબ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેનાર અજિત પવારે ડે. સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.