મહારાષ્ટ્રમાં ફડણવીસના શપથ બાદ નેતાઓ એક બીજા પર વાર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે આ મામલે ગુજરાતના નેતાઓએ કંઈક આવી પ્રતિક્રિયાઓ આપી હતી.
આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને અજીત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે નીતિન પટેલે પણ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે તેમના નેતૃત્વમાં વિકાસના નવો યુગ દેખાડી દઇશું.
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ટ્વિટ કરી લખ્યું કે, 'માનનીય દેવેન્દ્ર ફડણવીસજી અને મોટા ભાઇ અમિત શાહજીને હાર્દિક અભિનંદન. હું અત્યારે ખુબ ખુશ છું. મારી હંમેશા શુભેચ્છાઓ...'
ત્યારે અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટમાં લખ્યું છે કે 'મોટા ભાઇ કોઇ નિયમો નથી જાણતા'
તો કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ કટાક્ષ કરતા લખ્યું હતું કે, આપણા ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યના રાજ્યપાલ ખૂબ પ્રામાણિક છે, તેથી જ તેઓ ભાજપને સત્તામાં લાવવા માટે અડધી રાતે કામ કરે છે.