ચૂંટણી પંચ મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચે વિગતો જાહેર કરવા માટે બપોરે 3.30 કલાકે પત્રકાર પરિષદ બોલાવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે જ્યારે ઝારખંડનો કાર્યકાળ આવતા વર્ષે 5 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં 2 બેઠકો ખાલી છે વિસાવદર અને વાવ, જોકે વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.