મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં બસ ખીણમાં ખાબકતાં આઠ લોકોના મોત થયા હતા અને લગભગ 25 થી 30 લોકો ઘાયલ થયા હતા. રાયગઢના એસપીએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક માર્ગ અકસ્માત જૂના મુંબઈ-પુણે હાઈવે પર થયો હતો. આ હાઈવે પર બોરઘાટ ખાતે ખાનગી બસ ખીણમાં ખાબકી ગઈ હતી.