બે દિવસ પહેલા થાણેમાં પાંચ દર્દીઓના મોત થયા હતા, જ્યારે અન્ય 17 દર્દીઓ થાણેની છત્રપતિ શિવાજી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. શિવાજી હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે દર્દીઓના સગા-સંબંધીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. છેલ્લા ચાર દિવસમાં હોસ્પિટલમાં મૃત્યુઆંક વધીને 22 થયો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આથી આ દર્દીઓને સમયસર સારવાર મળી ન હોવાથી આ દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે.