ભાવનગરનાં મહારાજ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું આજે(31મી મે) સવારે નિધન થયું છે. ભારતની એકતા માટે સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું રાજ્ય સૌ પ્રથમ સમર્પિત કરનારા પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજીના નિધનથી ભાવનગર સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.