રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ કે.પરાશરનના ઘરે બુધવારે ટ્રસ્ટની પહેલી બેઠક યોજાઇ હતી. રામ જન્મભૂમિ ન્યાસ મહંત નૃત્ય ગોપાલ દાસ ટ્રસ્ટના અધ્યક્ષ અને VHP નેતા ચંપત રાય મહાસચિવ તરીકે રહેશે. ગુરૂ પાંડુરંગ અઠાવલેના શિષ્ય સ્વામી ગોવિંદ દેવગિરિને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. મંદિર નિર્માણ સમિતિના ચેરમેન પૂર્વ કેબિનેટ સચિવ નૃપેન્દ્ર મિશ્રને બનાવવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશના અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીને સભ્ય બનાવવામાં આવ્યા છે. તેઓ લોકગાયિકા માલિની અવસ્થીના પતિ છે. અયોધ્યાના DM અનુજ કુમાર ઝાને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ બન્ને સભ્યો હોદ્દાની રૂએ ત્યાં સામેલ રહેશે.