અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ મહારાજે ભેદી સંજોગોમાં આપઘાત કરી લીધો હતો. તેમનો મૃતદેહ ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો અને એ સાથે જ એક સુસાઈટ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે શિષ્ય આનંદ ગિરિ સામે ગંભીર આરોપો લગાવ્યા છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ મહારાજે તેમના નિવાસસ્થાનમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તેમનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમના નિવાસસ્થાનનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા ત્યારે પોલીસે નાઈલોનના દોરડામાં લટકતો તેમનો મૃતદેહ જોયો હતો. એક સુસાઈટ નોટ મળી આવી હતી, પોલીસના કહેવા પ્રમાણે મહંત ઘણાં સમયથી માનસિક રીતે વ્યાકુળ હોવાનું સુસાઈટ નોટમાંથી જણાઈ આવે છે.