પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મહાકુંભમાં નાસભાગમાં મોતને લઇને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે મહાકુંભ હવે મૃત્યુ કંુભ બની ગયો છે. વીઆઇપી લોકોને કુંભમાં યોગી સરકાર દ્વારા વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે જ્યારે ગરીબોને તેમના હાલ પર છોડી દેવાયા છે. કુંભમાં માર્યા ગયેલાના સાચા આંકડા છુપાવાઇ રહ્યા છે.