દેશમાં વકફ બોર્ડ દ્વારા જમીનો-દુકાનો અને મકાનો પચાવી પાડવામાં આવ્યા હોવાના દાવા સાથે હિન્દુ સંગઠનો દ્વારા વકફ બોર્ડને ભંગ કરવાની માગ ઉઠી છે. બીજીબાજુ કેન્દ્ર સરકાર વકફ બોર્ડ પર નિયંત્રણ મૂકવા કાયદામાં સુધારા માટે બિલ લાવી છે. આ વિવાદો વચ્ચે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ મહાકુંભ મેળો વકફ બોર્ડની જમીન પર યોજાઈ રહ્યો હોવાનો દાવો કરીને નવો વિવાદ સર્જ્યો છે.