આજે મહાશિવરાત્રિનો પાવન દિવસ છે. મહાકુંભનું પહેલું શાહી સ્નાન આજે છે. હરિદ્વારમાં હર કી પૌડી પર શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી પડ્યો છે. આઈજી કુંબ સંજય ગુંજ્યાલનો દાવો છે કે બુધવાર રાત 12 વાગ્યાથી અત્યાર સુધીમાં 22 લાખથી વધુ લોકોએ સ્નાન કર્યુ છે.
સંતોના સ્નાન અગાઉ સવારે લગભગ સાત વાગે હર કી પૌડી ઘાટ ખાલી કરાવી દેવાયો હતો. સવારે 11 વાગ્યાથી અખાડાના સંત સ્નાન કરશે. જો કે ત્યારથી શાહી સ્નાનની શરૂઆત ગણવામાં આવશે. શ્રદ્ધાળુઓ હર કી પૌડી ક્ષેત્ર છોડીને અન્ય ઘાટ પર સ્નાન કરશે.