મહાદેવ સટ્ટાબાજીના કૌભાંડના પ્રમોટર સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. EDની વિનંતી પર જારી કરાયેલી ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસના આધારે ધરપકડ કરવામાં આવી હતી. EDએ વિદેશ મંત્રાલય (MEA) અને ગૃહ મંત્રાલય સાથે મળીને આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, UAE સત્તાવાળાઓએ ગઈકાલે સત્તાવાર રીતે વિદેશ મંત્રાલય (MEA)નો સંપર્ક કર્યો હતો અને તેમને દુબઈમાં સૌરભ ચંદ્રાકરની ધરપકડ વિશે માહિતી આપી હતી.