ક્રિકેટ સટ્ટાબાજીના કારણે દેશભરમાં ચર્ચામાં આવેલા મહાદેવ એપ કેસમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. કચ્છ પોલીસે મહાદેવ બેટિંગ એપના સૂત્રધાર ભરત ચૌધરીની ધરપકડ કરી છે. આ આરોપી મોટા પાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીનું નેટવર્ક ચલાવતો હતો.
કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાના જણાવ્યા મુજબ, મહાદેવ એપનો ડેવલપર ભરત ચૌધરી છે. તે દુબઈથી ગુજરાતના પાટણ આવ્યો હતો. ત્યારે તેની ધરપકડ કરી લેવાઈ હતી. આ આરોપીની પૂછપરછ અને તેના ફોનની તપાસમાં રૂપિયા 5,213 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આ તપાસમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.