ઓનલાઈન બેટિંગ એપ મહાદેવના બે મુખ્ય માલિકો પૈકી એક રવિ ઉપ્પલની દુબઈની સ્થાનિક પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની વિનંતી પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે અટક કરવામાં આવી છે. ૪૩ વર્ષના ઉપ્પલને ભારત લાવવા ઈડી દુબઈ પ્રશાસન સાથે સંપર્કમાં છે. મહાદેવ બેટિંગ એપના માલિકો સામે હજારો કરોડના મની લોન્ડરીંગનો આરોપ છે.