મહાદેવ ઓનલાઈન ગેમિંગ-બેટિંગ એપ કેસમાં ઈડીએ મની લોન્ડરિંગ હેઠળ કાર્યવાહી કરી હતી. પાટનગર દિલ્હી, મુંબઈ, કોલકાત્તા, ઈન્દોર સહિત કેટલાય શહેરોમાં ઈડીએ દરોડા પાડયા હતા. દુબઈના હવાલા ઓપરેટરની ૫૮૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. હવાલા ઓપરેટરના કેટલાય સાગરિતો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાના પુરાવાના આધારે ઈડીએ તે દિશામાં તપાસ હાથ ધરી છે.