રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં જી-૨૦ શિખર મંત્રણાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. જી-૨૦ બેઠકમાં આમંત્રિત મહેમાનો માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે ડીનરનું આયોજન કર્યું છે. દ્રૌપદી મુર્મૂ દ્વારા મહેમાનોને 'ભારતના રાષ્ટ્રપતિ' તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વિગતો જાહેર થતાં જ મંગળવારે દેશભરમાં 'ભારત' નામ મુદ્દે મહાભારત શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર દેશનું નામ બદલી નાંખવાનો આરોપ મૂક્યો છે જ્યારે કેન્દ્ર સરકારે વિશેષ સત્ર બોલાવ્યું છે ત્યારે આ સત્રમાં બંધારણમાંથી 'ઈન્ડિયા' શબ્દ દૂર કરવા માટે બિલ રજૂ કરવામાં આવે તેવી અટકળોએ પણ જોર પકડયું છે.