દિલ્હીના અધિકારીઓનાં ટ્રાન્સફર પોસ્ટિંગ વિષેના અધિકાર સંબંધે વિધેયક ઉપર આજે (ગુરૂવારે) લોકસભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રના સર્વ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની યાદ આપતાં કોંગ્રેસને ઘેરી અને તે સાથે દિલ્હીના મુખ્યમંત્રીના બંગલાનું ઉદાહરણ આપી, કેજરીવાલ ઉપર હુમલો કર્યો.