દૂબઈમાં ધીકતો ધંધો કરનારા એક ભારતીય વેપારીએ મહાભારત વિશે અગાઉ કદી ન બની હોય એવી એક ફિલ્મ બનાવવા માટે ૧૦૦૦ કરોડ જેવી ધરખમ રકમ ફાળવી હોવાની માહિતી મળી હતી. આવતા વરસના સપ્ટેંબરમાં આ ફિલ્મ ફ્લોર પર જશે અને બે ભાગમાં બનાવવામાં આવશે. પહેલો ભાગ રજૂ થયાના ત્રણ મહિના બાદ બીજો ભાગ રજૂ થશે. આ ફિલ્મ તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી અને ઇંગ્લીશ એમ છ ભાષામાં બનશે અને ત્યાર બાદ અન્ય ભાષાઓમાં એને ડબ કરવાની આ વેપારીની યોજના છે.