આધાર નંબરને સોશિયલ મીડિયા પ્રોફાઇલ સાથે જોડવાના કેસમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના હાથ બાંધી દીધા છે. આધાર નંબર સાથે સોશિયલ મીડિયાના જોડાણ સંબંધિત કેસો મદ્રાસ, બોમ્બે અને મધ્યપ્રદેશ એમ ત્રણ હાઈકોર્ટ સમક્ષ ચાલી રહ્યાં છે પરંતુ ફેસબુક સુપ્રીમમાં અરજી દાખલ કરીને આ તમામ કેસો એક જ કોર્ટમાં ચલાવવાની માગ કરી હતી. ફેસબુકની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ દીપક ગુપ્તા અને અનિરુદ્ધ બોઝની ખંડપીઠે કહ્યું કે આ કેસો મદ્રાસ હાઇકોર્ટમાં ચાલતા રહેશે પણ તે અંતિમ નિર્ણય નહીં લઈ શકે. ખંડપીઠે કહ્યું કે ડેટા પ્રાઈવેસી અને ગુનાખોરી અટકાવવા સરકારને કેટલી માહિતી જોઈએ છે તેની વચ્ચે સંતુલન હોવું જોઈએ.