ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે આભડછેટ ન રહે તે માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને નંબર પ્રમાણે એક જ હરોળમાં બેસાડવા માટે રાજ્ય સરકારે આદેશ કર્યો છે. આ ઉપરાંત શાળામાં પીવાના પાણીનાં માટલા કે ગ્લાસ પણ અલગ ન રાખવામાં આવે તે માટે ખાસ તાકીદ કરાઈ છે. જો, આવી કોઈ બાબત ધ્યાનમાં આવશે તો સ્કૂલના મુખ્ય શિક્ષકને જવાબદાર ગણી તેમની સામે શિસ્તની કાર્યવાહી કરાશે.