મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં ગુરુવારની રાતે એક ટ્રેની વિમાન દુર્ઘટનાનો શિકાર થઈ ગયું હતું. દુર્ઘટનામાં વિમાનના પાયલટનું મોત થઈ ગયું છે, જ્યારે ટ્રેની પાયલટ ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે ઉમરી ગામના કુર્મિયાન ટોલા પાસેથી પ્લેન ક્રેશ થયું હોવાની સૂચના મળી હતી. આપને જણાવી દઈએ કે, રીવામાં પાલ્કન એવિએશન એકેડમી કેટલાય વર્ષોથી પાયલટ ટ્રેનિંગ ઈંસ્ટીટ્યૂટ ચલાવી રહ્યું છે. આ કંપની વિમાન દ્વારા વિમાન ઉડાનની ટ્રેનિંગ આપે છે. ચોરહટા થાના પ્રભારી અવનીશ પાંડેના જણાવ્યા અનુસાર, પોલીસને ગુરુવારની રાતે સૂચના મળી હતી કે, ઉમરી ગામના કુર્મિયાન ટોલા પાસે એક પ્લેન ક્રેશ થયું છે.