મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના સોહાગી પહાડમાં મોડી રાત્રે માર્ગ દુર્ઘટના ઘટી. 3 વાહનોની ભીષણ અથડામણથી લગભગ 15 મજૂરોના મોત નીપજ્યા છે જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ ઘટના એમપી-યુપીની સરહદને જોડનારા નેશનલ હાઈવે 30 પર થઈ છે. આ તમામ મજૂર દિવાળી મનાવવા ઘરે જઈ રહ્યા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ સોહાગી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને બસમાં ફસાયેલા મુસાફરને બહાર નીકાળ્યા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ત્યોંથર સિવિલ હોસ્પિટલની સાથે જ રીવાના સંજય ગાંધી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.