મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર જ્યોરાદિત્ય સિંધિયાના જવાથી ગબડી શકે તેવી સ્થિતિ વચ્ચે ભાજપમાં ચાલી રહેલો આંતરિક કલહ પણ બહાર આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે અગાઉ ભાજપની શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં મંત્રી રહી ચુકેલા નરોત્તમ મિશ્રા અને શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે તિરાડ પડેલી છે. મંગળવારે ભાજપના વિધાયક દળની બેઠકમાં મિશ્રાની તરફેણમાં નારા લાગ્યા હતા અને શિવરાજસિંહ ચૌહાણ પર ભાજપના કેટલાક નેતાઓએ સવાલ ઉઠાવ્યા હતા.