વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદીત નિવેદને હાલ લોકોમાં ચર્ચા ઉપજાવી છે. સયાજીપુરા જિ.પંચાયતના ઉદ્ધાટન વખતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બોલ્યા હતા કે, 'પોલીસ તંત્ર અને કલેક્ટર મારા ખિસ્સામાં છે. કોઈની તાકાત નથી કે મારો કોલર પકડે. દેશ આઝાદ છે તો આપણે પણ આઝાદ છીએ.' આ નિવેદનનો વીડિયો પણ અમારી પાસે છે તે પણ જોઇલો. જોકે, તેમના આવા નિવેદન પર રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, ‘ભાજપના હોદ્દેદારોએ સંયમ જાળવવો પડશે અને કાયદાનું પણ સન્માન જાળવવું પડશે.’