સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના વડા માધબી પુરી બુચ પર સંકટના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે. હિન્ડનબર્ગના આરોપો બાદ કોંગ્રેસ દ્વારા વધુ એક નવો આક્ષેપ અને હવે રેગ્યુલેટરી સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માધબીના કારણે ટોક્સિક વર્ક કલ્ચર હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
સેબીના અધિકારીઓએ નાણા મંત્રાલય સમક્ષ ફરિયાદ કરી છે કે, માધબી પુરી બુચના નેતૃત્વ હેઠળ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર ખાતે ટોક્સિક વર્ક કલ્ચરનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં તેની ઉગ્ર ભાષા, કઠોર વચનો, અવાસ્તવિક લક્ષ્યો નક્કી કરવા અને માઈક્રોમેનેજિંગનું વધુ પ્રમાણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે