પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 44 જવાનોને ચીર શ્રદ્ધાંજલી આપવા ઇડરના સુરપુર ગામમાં 44 રોપા વાવી એક નાનકડું શહીદવન ઉભું કરવામાં આવ્યું છે. દરેક છોડને શહીદ જવાનનું નામ આપવામાં આવ્યું છે. સુરપુર પ્રાથમિક શાળાએ શહીદવન બનાવી શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો એક શ્રેષ્ટ પ્રયાસ કર્યો છે. આ વનના નિર્માણ માટે ગામના સરપંચ અને ઇડર વન વિભાગની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.