ભારતમાં (india) હાલ કોરોનાની બીજી લહેરનો (corona second wave) કહેર વ્યાપી રહ્યો છે. આ દરમિયાન ત્રીજી લહેરની (Corona third wave) પણ આશંકા સેવાઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાની આગામી લહેર બાળકોને (children) નિશાન બનાવી શકે છે. વિશ્વભરમા હાલ 12 વર્ષથી ઓછી વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવી નથી. એટલું જ નહીં, ભારતમાં 18 વર્ષથી ઓછી વયના લોકો માટે કોઈ રસી મંજૂર કરવામાં આવી નથી.
દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના (WHO) મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે, કોરોનાની નેઝલ રસી (nasal vaccine ) બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ પ્રકારની રસી નાક દ્વારા આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, તે ઇન્જેક્શનની રસી કરતા વધુ અસરકારક છે. આ સાથે તેને લેવી પણ સરળ છે.