રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી. ભારત યાત્રા પર આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડ સહિના અન્ય દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.