વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 માર્ચ) ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં મુખબા ખાતે મા ગંગાની પૂજા કર્યા બાદ તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે સૌથી પહેલા ઉત્તરાખંડના માના ગામમાં હિમસ્ખલનના કારણે થયેલા મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'જે દુર્ઘટના ઘટી છે તેના માટે હું દુઃખ વ્યક્ત કરું છું. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના છે.'
વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડ સાથે જોડાયેલી પોતાની જૂની યાદો અને મુલાકાતોને યાદ કરતાં કહ્યું કે, 'વર્તમાનમાં ઉત્તરાખંડનો દાયકો છે. ઉત્તરાખંડમાં કોઈ ઑફ સિઝન ન હોવી જોઈએ. અહીંના સ્થળો પર્યટન માટે રોજ ચાલુ હોવા જોઈએ.'