જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પ્રખ્યાત ગીતકાર ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે આ અંગેની જાહેરાત કરી હતી.
જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું કે, “જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ (2023 માટે) બે ભાષાઓના પ્રતિષ્ઠિત લેખકોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર ગુલઝારની પસંદગી કરવામાં આવી છે.”
ગુલઝારે હિન્દી સિનેમામાં સેંકડો ગીતો લખ્યા છે. આ સિવાય તેમને આ યુગના શ્રેષ્ઠ ઉર્દૂ કવિઓમાં ગણના થાય છે. આ પહેલા તેમને 2002માં ઉર્દૂ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર, 2013માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, 2004માં પદ્મ ભૂષણ અને ઓછામાં ઓછા પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળી ચૂક્યા છે.