ભારતમાં છેલ્લા સાત વર્ષમાં બ્લડ ટ્રાન્સફ્યૂઝનના કારણે 14, 474 દર્દીઓ એઈડ્સનો ભોગ બન્યા છે. છેલ્લા એક જ વર્ષમાં આ પ્રમાણ 10 ટકા જેટલું નોંધાયું છે. બ્લડ ટ્રાન્સફ્યૂઝનના કારણે એઈડ્સનો ભોગ બનનાર દર્દીનું પ્રમાણ 2014-15માં 1,424 હતું, જે વધીને 2015-16માં 1,559 થયું છે. આ વિગતો નાકો(નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન)એ ઉપ્લબ્ધ કરાવી છે.