અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપતાં કહ્યું કે, હવે જે અમેરિકાની કંપનીઓ દેશ છોડી વિદેશ જવા ઈચ્છતી હશે, તેની સજા ભોગવવી પડશે. ટ્રમ્પે ચૂંટણી જીત્યા પછી ઈન્ડિયાનાપોલીસ સ્થિત એરકંડીશન કંપની કરિયરના પ્લાન્ટના કર્મચારીઓને સંબોધતા કહ્યું કે હવે પરિણામ ભોગવ્યા વિના કંપનીઓ અમેરિકાની બહાર નહીં જઈ શકે. ટ્રમ્પે ઉમેર્યું કે સારી તકની તલાશમાં કંપની અમેરિકાના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકશે, પણ બીજા દેશમાં જવું તેને ભારે પડશે.