લુધિયાણામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં ગ્યાસપુરા વિસ્તારમાં ગેસ લીક થવાથી 6 લોકોના મોત થયા છે. આ સિવાય 10 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય ઘાયલોને પણ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.