લખનૌમાંથી પકડાયેલા અલ કાયદાના બે આતંકવાદીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે.
આતંકીઓ વેબસાઈટ જોઈને બોમ્બ બનાવવાનુ શીખ્યા હતા અને પોતાના જ પૈસાથી બોમ્બ બનાવવાનુ શરુ કર્યુ હતુ.યુપી પોલીસની એટીએસ સ્કવોડ તેમની પૂછપરછ કરી રહી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે આતંકીઓએ માત્ર 2000 રુપિયામાં પ્રેશ કુકર બોમ્બ બનાવ્યો હતો.બોમ્બ બનાવવા માટે આ સિવાય તેમણે દિવાસાળીનો પણ ઉપયોગ કર્યો હતો.
પોલીસ સૂત્રોનુ કહેવુ છે કે, આતંકીઓએ કબૂલાત કરી છે કે, કેટલાક નેતાઓને તેઓ ટાર્ગેટ બનાવવાના હતા પણ તેમના હેન્ડલરે આ નેતાઓ કોણ હતા તે નામ હજી સુધી આપ્યા નહોતા.
આતંકીઓ પાસેથી યુપીના ઘણા શહેરોના નકશા પણ મળી આવ્યા છે.રામ મંદિર અને તેની આસપાસના વિસ્તારનો નકશો પણ તેમાં સામેલ છે.એવુ મનાય છે કે, યુપીના અયોધ્યા સહિતના શહેરો આ આતંકીઓના રડાર પર હતા.આતંકવાદીઓ માનવ બોમ્બ બીને હુમલો કરવાની પણ ફિરાકમાં હતા.