રાજ્ય સરકારે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. પોલીસના સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે અને ભાગ લઈ શકશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, પોલીસના સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારાઓ કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયેલ છે.