નવા વર્ષની સાથે જ સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. સરકારી તેલ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2023ના રોજ ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરી છે. ખાસ વાત એ છે કે ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા સુધીનો વધારો નોંધવામાં આવ્યો છે. આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે.