નવા મહિનાના પહેલા દિવસે મોંઘવારીમાં વધુ એક આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ પહેલી ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. ત્યારબાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1550 રૂપિયાથી વધીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.
જોકે, ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતાના ઉપયોગવાળા 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો નથી કર્યો. તેના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા બરકરાર છે. નોંધનીય છે કે, ગત મહિને એટલે કે જુલાઈ મહિનામાં ઓઇલ કંપનીઓએ ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 25.50 રૂપિયા વધાર્યા હતા.