Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

LPG સિલિન્ડરના નવા રેટ આજે જાહેર કરવામાં આવ્યા છે. આજથી LPG સિલિન્ડર સસ્તા થઈ ગયા છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા આજે એટલે કે, 01 ઓગષ્ટના નવા રેટ પ્રમાણે LPG સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો દિલ્હીથી પટના, જયપુરથી દિસપુર અને લદાખથી કન્યાકુમારી સુધી થયો છે. 
આજે કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓને એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપવામાં આવી છે. આજથી દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર 2012.50 રૂપિયાના બદલે 1976.50 રૂપિયામાં મળશે. બીજી તરફ પહેલા તે કોલકાતામાં 2132.00 રૂપિયામાં મળતો હતો પરંતુ 1 ઓગસ્ટથી તે 2095.50 રૂપિયામાં મળશે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત આજથી મુંબઈમાં 1936.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2141 રૂપિયા થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે, સબ્સિડી વાળા ઘરેલું LPG સિલિન્ડર (LPG Cylender Price)ના ભાવ છેલ્લા બે વર્ષથી અનહદ વધી રહ્યા છે. પરંતુ નવા રેટ પ્રમાણે તે નતો મોંઘુ થયુ છે અને ન તો સસ્તુ થયું છે. આજે પણ 6 જુલાઈના દરે 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે, 6 જુલાઈના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ